સ્વિસ ટુર્નામેન્ટ્સ
| હવે રમી રહ્યા છીએ | |||
|---|---|---|---|
| 4th WB LIONS TMTWB LIONS CHESS CLUB દ્વારા | 1/7 રાઉન્ડ્સ3+2 • બ્લિટ્ઝ • ક્રમીત | 132 | |
RapidLichess Swiss દ્વારા | 6/7 રાઉન્ડ્સ10+0 • રેપિડ • ક્રમીત | 102 | |
| Happy Basant Panchami TMT 2026Champaran Chess Academy દ્વારા | 5/5 રાઉન્ડ્સ7+3 • રેપિડ • ક્રમીત | 90 | |
Bullet IncrementLichess Swiss દ્વારા | 4/20 રાઉન્ડ્સ1+1 • બુલેટ • ક્રમીત | 60 | |
Classical IncrementLichess Swiss દ્વારા | 2/5 રાઉન્ડ્સ25+3 • કલાસિકલ • ક્રમીત | 46 | |
| ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે | |||
|---|---|---|---|
| Students Practice tmt 38Chess Maniac Fun Club દ્વારા | 5 રાઉન્ડ્સ5+2 • બ્લિટ્ઝ • ક્રમીત | 3 | |
| мега новогодний турнирMolniya52 દ્વારા | 7 રાઉન્ડ્સ10+5 • રેપિડ • ક્રમીત | 3 | |
| Стратегия 71 январь 2026Стратегия 71 દ્વારા | 4 રાઉન્ડ્સ10+5 • રેપિડ • ક્રમીત | 3 | |
| Friday 19:40Шахматный клуб "Рапид" દ્વારા | 7 રાઉન્ડ્સ8+3 • રેપિડ • ક્રમીત | 4 | |
Daily Prize Tournament 23JanDaily tournaments swiss and arena દ્વારા | 7 રાઉન્ડ્સ3+0 • બ્લિટ્ઝ • ક્રમીત | 5 | |
સ્વિસ ટુર્નામેન્ટમાં (wiki), દરેક સ્પર્ધક જરૂરી નથી કે અન્ય તમામ પ્રવેશકર્તાઓ સામે રમે. સ્પર્ધકો દરેક રાઉન્ડમાં સામ-સામે મળે છે અને તેમને નિયમોના સમૂહનો ઉપયોગ કરીને જોડી બનાવવામાં આવે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક સ્પર્ધક સમાન ચાલુ સ્કોર ધરાવતા પ્રતિસ્પર્ધીઓ સામે રમે, પરંતુ તે જ પ્રતિસ્પર્ધી સામે એક કરતાં વધુ વાર નહીં. વિજેતા એ સ્પર્ધક છે જેણે તમામ રાઉન્ડમાં સૌથી વધુ કુલ પોઇન્ટ્સ મેળવ્યા હોય. જો ખેલાડીઓની સંખ્યા વિષમ ન હોય તો તમામ સ્પર્ધકો દરેક રાઉન્ડમાં રમે છે.
સ્વિસ ટુર્નામેન્ટ્સ ફક્ત ટીમ લીડર્સ દ્વારા જ બનાવી શકાય છે, અને તે ફક્ત ટીમ સભ્યો દ્વારા જ રમી શકાય છે. સ્વિસ ટુર્નામેન્ટ્સમાં રમવાનું શરૂ કરવા માટે એક ટીમમાં જોડાઓ અથવા બનાવો.
| સરખામણી | એરેના ટુર્નામેન્ટ્સ | સ્વિસ ટુર્નામેન્ટ્સ |
|---|---|---|
| ટુર્નામેન્ટનો સમયગાળો | મિનિટોમાં પૂર્વવ્યાખ્યાયિત સમયગાળો | પૂર્વવ્યાખ્યાયિત મહત્તમ રાઉન્ડ્સ, પરંતુ |
| રમતોની સંખ્યા | ફાળવેલ સમયગાળામાં જેટલી રમી શકાય તેટલી | અગાઉથી નક્કી, બધા ખેલાડીઓ માટે સમાન |
| જોડી બનાવવાની સિસ્ટમ | સમાન રેન્કિંગ સાથેનો કોઈપણ ઉપલબ્ધ પ્રતિસ્પર્ધી | પોઇન્ટ્સ અને ટાઇ બ્રેક્સના આધારે શ્રેષ્ઠ જોડી |
| જોડી બનાવવાની રાહ જોવાનો સમય | ઝડપી: બધા ખેલાડીઓ માટે રાહ જોતો નથી | ધીમો: બધા ખેલાડીઓ માટે રાહ જુએ છે |
| સમાન જોડી | શક્ય છે, પરંતુ સતત નહીં | પ્રતિબંધિત |
| મોડેથી જોડાવું | હા | હા, અડધાથી વધુ રાઉન્ડ શરૂ ન થાય ત્યાં સુધી |
| વિરામ | હા | હા, પરંતુ રાઉન્ડની સંખ્યા ઘટાડી શકે છે |
| શ્રેણી અને બર્સર્ક | હા | નહીં |
| OTB (ઓવેર થે બોર્ડ) ટુર્નામેન્ટ્સ જેવું | નહીં | હા |
| અમર્યાદિત અને મફત | હા | હા |
એરેનાને બદલે સ્વિસ ટુર્નામેન્ટનો ઉપયોગ ક્યારે કરવો?સ્વિસ ટુર્નામેન્ટમાં, બધા સહભાગીઓ સમાન સંખ્યામાં ગેમ્સ રમે છે, અને એકબીજા સામે માત્ર એક જ વાર રમી શકે છે. તે ક્લબ્સ અને સત્તાવાર ટુર્નામેન્ટ્સ માટે સારો વિકલ્પ હોઈ શકે છે.
પોઇન્ટ્સની ગણતરી કેવી રીતે થાય છે?જીતનું મૂલ્ય એક પોઇન્ટ છે, ડ્રોનું અડધો પોઇન્ટ છે, અને હારનું શૂન્ય પોઇન્ટ છે. જ્યારે કોઈ ખેલાડીને રાઉન્ડ દરમિયાન જોડી શકાતો નથી, ત્યારે તેને એક પોઇન્ટનું મૂલ્ય ધરાવતું બાય (bye) મળે છે.
ટાઇ બ્રેક્સની ગણતરી કેવી રીતે થાય છે?સોનેબોર્ન–બર્જર સ્કોર સાથે. ખેલાડી જે દરેક પ્રતિસ્પર્ધીને હરાવે છે તેના સ્કોર્સ અને ખેલાડી જે દરેક પ્રતિસ્પર્ધી સાથે ડ્રો કરે છે તેના સ્કોરના અડધા ભાગને ઉમેરો.
જોડીઓ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?FIDE હેન્ડબુક અનુસાર, bbPairings દ્વારા અમલમાં મૂકાયેલ ડચ સિસ્ટમ સાથે.
જો ટુર્નામેન્ટમાં ખેલાડીઓ કરતાં વધુ રાઉન્ડ હોય તો શું થાય?જ્યારે તમામ સંભવિત જોડીઓ રમાઈ જાય, ત્યારે ટુર્નામેન્ટ સમાપ્ત કરવામાં આવશે અને વિજેતા જાહેર કરવામાં આવશે.
તે ટીમો પૂરતું કેમ પ્રતિબંધિત છે?સ્વિસ ટુર્નામેન્ટ્સ ઓનલાઈન ચેસ માટે ડિઝાઇન કરવામાં આવી ન હતી. તેઓ ખેલાડીઓ પાસેથી સમયની પાબંદી, સમર્પણ અને ધીરજની માંગ કરે છે. અમે વિચારીએ છીએ કે આ શરતો વૈશ્વિક ટુર્નામેન્ટ્સ કરતાં ટીમની અંદર વધુ પૂરી થવાની સંભાવના છે.
કોઈ ખેલાડીને કેટલા બાય (byes) મળી શકે?જ્યારે પણ જોડી બનાવવાની સિસ્ટમ તેમના માટે કોઈ જોડી શોધી શકતી નથી ત્યારે ખેલાડીને એક પોઇન્ટનું બાય મળે છે. વધારામાં, જ્યારે કોઈ ખેલાડી ટુર્નામેન્ટમાં મોડેથી જોડાય છે, ત્યારે તેને અડધા પોઇન્ટનું સિંગલ બાય આપવામાં આવે છે.
વહેલા ડ્રોનું શું થાય છે?સ્વિસ રમતોમાં, ખેલાડીઓ 30 ચાલ રમાય તે પહેલાં ડ્રો કરી શકતા નથી. જોકે આ પગલું પૂર્વ-આયોજિત ડ્રોને અટકાવી શકતું નથી, તે ઓછામાં ઓછું ત્વરિત ડ્રો માટે સંમત થવું મુશ્કેલ બનાવે છે.
જો કોઈ ખેલાડી રમત ન રમે તો શું થાય?તેમની ઘડિયાળ ચાલુ થશે, તેઓ ફ્લેગ કરશે અને રમત હારી જશે. પછી સિસ્ટમ ખેલાડીને ટુર્નામેન્ટમાંથી પાછો ખેંચી લેશે (withdraw), જેથી તેઓ વધુ રમતો ન ગુમાવે. તેઓ કોઈપણ સમયે ટુર્નામેન્ટમાં ફરી જોડાઈ શકે છે.
નો-શો (No-shows) અંગે શું કરવામાં આવે છે?જે ખેલાડીઓ સ્વિસ ઇવેન્ટ્સ માટે સાઇન અપ કરે છે પરંતુ તેમની રમતો રમતા નથી તેઓ સમસ્યાજનક બની શકે છે. આ સમસ્યાને હળવી કરવા માટે, Lichess જે ખેલાડીઓ રમત રમવામાં નિષ્ફળ ગયા હોય તેમને ચોક્કસ સમયગાળા માટે નવી સ્વિસ ઇવેન્ટમાં જોડાતા અટકાવે છે. સ્વિસ ઇવેન્ટનો સર્જક તેમને તેમ છતાં ઇવેન્ટમાં જોડાવાની મંજૂરી આપવાનું નક્કી કરી શકે છે.
શું ખેલાડીઓ મોડેથી જોડાઈ શકે છેહા, અડધાથી વધુ રાઉન્ડ શરૂ ન થાય ત્યાં સુધી; ઉદાહરણ તરીકે 11-રાઉન્ડની સ્વિસમાં, ખેલાડીઓ રાઉન્ડ 6 શરૂ થાય તે પહેલાં જોડાઈ શકે છે અને 12-રાઉન્ડમાં રાઉન્ડ 7 શરૂ થાય તે પહેલાં. મોડેથી જોડાનારાઓને એક સિંગલ બાય મળે છે, ભલે તેઓ ઘણા રાઉન્ડ ચૂકી ગયા હોય.
શું સ્વિસ એરેના ટુર્નામેન્ટ્સનું સ્થાન લેશે?ના. તેઓ પૂરક સુવિધાઓ છે.
રાઉન્ડ રોબિન (Round Robin) વિશે શું?અમે તેને ઉમેરવા માંગીએ છીએ, પરંતુ દુર્ભાગ્યે રાઉન્ડ રોબિન ઓનલાઈન કામ કરતું નથી. કારણ એ છે કે જે લોકો ટુર્નામેન્ટ વહેલા છોડી દે છે તેમની સાથે વ્યવહાર કરવાની તેની પાસે કોઈ ન્યાયી રીત નથી. અમે એવી અપેક્ષા રાખી શકતા નથી કે બધા ખેલાડીઓ ઓનલાઈન ઇવેન્ટમાં તેમની બધી રમતો રમશે. તે ફક્ત થશે નહીં, અને પરિણામે મોટાભાગની રાઉન્ડ રોબિન ટુર્નામેન્ટ્સ ખામીયુક્ત અને અન્યાયી હશે, જે તેમના અસ્તિત્વના મૂળભૂત કારણને નિષ્ફળ બનાવે છે. તમે ઓનલાઈન રાઉન્ડ રોબિનની સૌથી નજીક જઈ શકો છો તે છે ખૂબ જ વધારે સંખ્યામાં રાઉન્ડ સાથે સ્વિસ ટુર્નામેન્ટ રમવી. પછી ટુર્નામેન્ટ સમાપ્ત થાય તે પહેલાં તમામ સંભવિત જોડીઓ રમાઈ જશે.
અન્ય ટુર્નામેન્ટ સિસ્ટમ્સ વિશે શું?અમે અત્યારે Lichess માં વધુ ટુર્નામેન્ટ સિસ્ટમ્સ ઉમેરવાનું આયોજન કરતા નથી.

